કુળદેવીની વાત

"કુળ ની દેવી એટલે કુળદેવી"

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે….

જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે..

જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે..

અને આ એક સત્ય હકિકત છે…

વર્ષ મા એક વખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો..

વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે…

જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે..

ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે…

આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે..

આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી..

ઘણા લોકો કહે છે..
બધું નશીબ થી ચાલે છે…
અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે..
તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ?
મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે…

તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે…

દર્દી ના ઓપરેશન વખતે એનેથેશિયા જે કામ કરે છે..

તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે..

તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે…

તેની જેમ અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે..
જે ના કેહવાય ના સહેવાય તેવા હોય છે..

આવા સમયે એક જ ઉપાય…

કુળ દેવી નું સરણ…
તેથી તો તેને શકતીપીઢ કહે છે..
નવી શકતી નો સંચાર અને નવા વિચારો નો પ્રારંભ….

ઘણા લોકો કહે છે..
કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ,…

અરે ભાઈ 365 દિવશ માથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી ?

પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારા મા શક્તી ક્યાંથી આવે છે..?
તમારી ધાર્મિક મુલાકાત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને ?

ખરેખર અશક્ત, અપાહીત હોય તયારે
એ કૃપા તમારી મદદ કરવા ઘરેપણ આવે છે…
આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રદધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય.

બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોર મા આવી ગયા…

ભકતો ના પ્રેમ મા નિખલાશતા અને સચ્ચાઈ હોવી જોઈએ.
જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય..
જે પ્રભુ અર્જુન ના રથના સારથી બની સકતા હોય…
તેની કૃપા વિશે શંકા ના હોય..
કુળ દેવી, કૂળદેવતા
બધા ની ઈચ્છા પૂરી કરે..

જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકો માં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે.

Comments

Popular posts from this blog

नवरात्रि पूजन

Maa durga k nine swaroop

हनुमानजी की गाथा